¡Sorpréndeme!

ગુજરાતના શહેરોમાં હેલ્મેટ મરજીયાત થતાં હાઈકોર્ટમાં PIL કરનાર સંજયે અગાઉ એરપોર્ટ મુદ્દે આંદોલન ચલાવેલું

2020-01-27 344 Dailymotion

સુરતઃગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતોગુજરાત હાઈકોર્ટમાં PIL કરીને હેલમેટનો કાયદો ફરીથી અમલમાં આવે તે રીતની સ્થિતિનું નિર્માણ કરનાર સંજય ઈઝાવાએ સુરતમાં અગાઉ એરપોર્ટ મુદ્દે પણ શાસકો સાથે મળીને આંદોલન ચલાવ્યું હતું હેલમેટના કાયદા અંગે સંજયે કહ્યું હતું કે, સરકાર લોકોના સુરક્ષાના મુદ્દે કાયદો હટાવી ન શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરીને વકીલ વગર જાતે જ કેસ લડ્યાં હતાં