¡Sorpréndeme!

કોર્ટમાં આરોપીને લઇને આવતી કોન્સ્ટેબલની નંબર વગરની કાર વકીલની કાર સાથે અથડાઇ, કોન્સ્ટેબલની કાર ડિટેઇન

2020-01-27 413 Dailymotion

રાજકોટની સેસન્સ કોર્ટમાં પોલીસ પોતાની પ્રાઇવેટ કારમાં આરોપીને લઇને આવતા હતા ત્યારે સામેથઈ આવતી વકીલની કાર સાથે અથડાઇ હતી આથી પોલીસ અને વકીલ વચ્ચે માથાકુટ થઇ હતી ઘટનાની જાણ થતા કોર્ટમાં વકીલોના ટોળા એકત્રિત થયા છે તમામ વકીલો એકત્ર થયા છે મામલો બિચકતા ડીસીપી મનોહરસિંહ જાડેજા કોર્ટ પહોંચ્યા હતા બંને કોન્સ્ટેબલ યશપાલસિંહ ઝાલા અને ભુપેન્દ્રસિંહ વાઘેલા લૂંટના આરોપીને નંબર પ્લેટ વગરની કારમાં લાવ્યા બાદ એડવોકેટ તુષાર ગોકાણીની કાર સાથે કાર અથડાવી હતી આથી માથાકુટ થઇ હતી બંને કોન્સ્ટેબલ આરોપી સાથે કોર્ટમાં હાજર થયા હતા ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કોન્સ્ટેબલની નંબર વગરની કારને ડિટેઇન કરી હતી