રાજકોટ:રાજકોટના 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિનો આજથી પ્રારંભ થઇ ચૂક્યો છે બપોર બાદ માંધાતાસિંહે વિન્ટેજ કારમાં બેસી ઢોલ-નાગારાના તાલે મા આશાપુરાના મંદિરે પહોંચ્યા હતા અને માતાજીના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું બાદમાં પેલેસ ખાતે દેહ શુદ્ધિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
માંધાતાસિંહ જાડેજા જ્યારે પોતાની કુળદેવીનાં દર્શને પહોંચ્યા ત્યારે તેઓએ કેસરીયો ધારણ કર્યો હતો પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા સાથે કુળદેવી આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી આજથી શરૂ થનાર શુભ પ્રસંગો કોઈ પણ જાતના વિઘ્ન વગર પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી તો સાથો સાથ હિન્દુ ધર્મમાં મંદિરની પ્રદક્ષિણાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તે જ પ્રકારે માંધાતાસિંહ જાડેજાએ પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા સાથે પ્રદિક્ષણા પણ કરી હતી