¡Sorpréndeme!

વલસાડમાં બે કાર અથડાતા ચાલકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

2020-01-27 2,369 Dailymotion

સુરતઃ વલસાડના કલ્યાણ બાગ સર્કલ ખાતે બે કાર અથડાઈ હતી જેના પગલે બંને કારના ચાલકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી મારામારીના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા ટીઆરબી જવાન સહિત લોકોએ બંને કાર ચાલકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો વલસાડના કલ્યાણ બાગ સર્કલ ખાતે કાર(GJ-15-CA-6782) અને કાર(GJ-15-CB-8653) પાછળ અથડાઈ હતી જેને લઈને બંને કારના ચાલકો વચ્ચે પહેલાં બોલાચાલી થઈ હતી દરમિયાન બંને કારના ચાલકો ઉશ્કેરાઈ જતા છુટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી જેને પગલે ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ જતા ટીઆરબી જવાન સહિત લોકોએ બંને કાર ચાલકોને સમજાવીને કાર લઈને રવાના કર્યા હતા જેથી ટ્રાફિક હળવો થયો હતો