¡Sorpréndeme!

કિશોરીના અપહરણને 17 દિવસ છતાં પોલીસે કાર્યવાહી ન કરી, પોલીસ સ્ટે.નો ઘેરાવ

2020-01-25 888 Dailymotion

વરાછા વિસ્તારની કિશોરીનું 17 દિવસ પહેલાં યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેને લઈને પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવવામાં આવી હતી જોકે, હજુ સુધી કિશોરી મળી નથી અને પોલીસની ધીમી કામગીરીના પગલે પરિવાર સહિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેના પગલે આજે પરિવાર અને સમાજના લોકો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો

કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, આરોપી કમલેશભાઈ જોધાભાઈ ભાલીયા દીકરીને ઉપાડી ગયો તે જ દિવસે પોલીસ ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પોલીસને આરોપીના બહેનના ઘરેથી મારી દીકરીના ઓળખના પુરાવા પણ મળી આવ્યાં તે તપાસમાં કબ્જે લીધેલા છે પરંતુ અન્ય કોઈ કાર્યવાહી કરાઈ નથી