¡Sorpréndeme!

દમણમાંથી રાજ્યભરમાં દારૂ ઘૂસાડવા ગોડાઉનો ભાડે રખાતા,ત્રણ કરોડનો દારૂ, દોઢ કરોડના વાહનો કબજે

2020-01-24 2,961 Dailymotion

વાપીઃસમગ્ર ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ગેરકાયદે દારૂની સપ્લાયમાં માસ્ટર માઇન્ડ અને દમણ ભીમપોરના બૂટલેગર રમેશ ઉર્ફે માઇકલના ત્રણ ગોડાઉન ઉપર બુધવારે એક્સાઇઝ વિભાગની ટીમે રેડ કરી હતી આ રેડમાં અંદાજે 8600 જેટલા દારૂના બોક્સ જેની કિંમત રૂપિયા 3 કરોડ તથા 8 કાર, 6 ટેમ્પા અને 2 બાઇક જેની કિંમત રૂપિયા દોઢ કરોડ કબજે લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર દમણ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો રમેશ ઉર્ફે માઇકલના પુત્ર સહિત 12 ઇસમોની ધરકપડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે