¡Sorpréndeme!

બરફમાંથી તાજમહલ બનાવી ચૂકેલા યુવકની ‘સ્નો કાર’ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ

2020-01-21 351 Dailymotion

શ્રીનગર:કાશ્મીરના શ્રીનગરમાં એક યુવકે બરફમાંથી કાર બનાવી છે સોશિયલ મીડિયા યુઝર્સ તેની ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યા છે આ સ્નો કાર ઝુબૈર અહમદે બનાવી છે સ્નો કારના ફોટોઝ વાઇરલ થઈ જતા દૂર-દૂરથી લોકો તેને જોવા આવી રહ્યા છે અને ફોટો પણ પડાવી રહ્યા છે

પોતાની આ અનોખી કાર વિશે ઝુબૈરે જણાવ્યું કે, મને બાળપણથી ફાઈન આર્ટ્સ ઘણું ગમે છે હું બરફમાંથી કોઈ પણ વસ્તુ બનાવી લઉં છું આની પહેલાં મેં બરફમાંથી તાજમહલ પણ બનાવ્યો છે મારે આગળ પણ બરફમાંથી વળતું બનાવીને દુનિયાને દેખાડવી છે જો સરકાર ઈચ્છે તો ચીન અને જાપાનની જેમ આપણા દેશમાં પણ સ્નો ફેસ્ટિવલ થઈ શકે છે