¡Sorpréndeme!

CAA-NRCના વિરોધમાં ભાષણ આપતાં સમયે જ સાંસદનું પેન્ટ ઉતરી ગયું, વીડિયો વાઈરલ

2020-01-20 113 Dailymotion

ભાજપના પ્રવક્તા તેજિંદર બગ્ગાએ સોશિયલ મીડિયામાં આરજેડીના સાંસદની ઉપ્સ મોમેન્ટનો વીડિયો શેર કર્યો હતો આરજેડીના રાજ્યસભા સાંસદ અશફાક કરીમ જ્યારે CAA-NRCના વિરોધમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમનું પેન્ટ ઉતરી ગયું છે આ વીડિયો શેર કરવાની સાથે ભાજપ પ્રવક્તાએ કેપ્શનમાં એ પણ લખ્યું હતું કે હવે આના માટે પણ તેઓ નરેન્દ્ર મોદીને જ જવાબદાર ગણાવશે
રાષ્ટ્રીય જનતા દળના સાંસદ બિહારના અરરિયામાં એક સ્ટેજ પરથી નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં લોકોને સંબોધન કરી રહ્યા હતા ત્યાં જ એક તબક્કે પેન્ટ ઉતરી ગયું હતું સાંસદે આ ઘટના બાદ તરત જ એક હાથે પેન્ટ પકડીને પહેરવાનો પ્રયત્ન કર્યો હતો તો બીજા હાથે માઈક પકડીને બોલવાનું ચાલૂ રાખ્યું હતું આ જોઈને તેમની પાસે ઉભેલા એક સમર્થકે તેમને પેન્ટ પહેરવામાં મદદ કરી હતી આખી ઘટનાનો વીડિયો અનેક લોકોએ શેર કરીને મજા લીધી હતીમળતી વિગતો પ્રમાણે આપાંચેક દિવસ જૂની ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ છેલ્લા બે દિવસથી વાઈરલ થઈ રહ્યો છે