¡Sorpréndeme!

રોડ-શૉના કારણે સમયસર ન પહોંચી શક્તા કેજરીવાલે ઉમેદવારી ફોર્મ કાલે ભરવું પડશે

2020-01-20 867 Dailymotion

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે નવી દિલ્હીની વિધાનસભા સીટ માટે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા, પરંતુ રોડ શોના કારણે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે નક્કી કરેલા સમય 300 વાગ્યા સુધી ઈલેક્શન કમિશનની ઓફિસ પહોંચી શક્યા નહીં હવે અરવિંદ કેજરીવાલ મંગળવારે 21 તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે

રોડ શો પહેલાં સીએમ કેજરીવાલ વાલ્મીકી મંદિર પહોંચ્યા હતા અહીંથી તેઓ રોડ શો કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા રોડ શો દરમિયાન ભેગી થયેલી ભીડના કારણે તેમનો કાફલો નક્કી કરેલા સમય સુધી ઈલેક્શન કમિશનની ઓફિસ પહોંચી શક્યા નહતા આજે ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલાં કેજરીવાલે ઘરેથી નીકળતા તેમના માતાના આશીર્વાદ પણ લીધા હતા