¡Sorpréndeme!

રાજપરિવારથી દૂર થવાનું દુ:ખ, પણ શાંતિથી રહેવા માટે બીજો રસ્તો ન હતો - પ્રિન્સ હેરી

2020-01-20 3,512 Dailymotion

બ્રિટનના રાજકુમાર પ્રિન્સ હેરીએ રાજપરિવારનો વરિષ્ઠ સભ્યનો દરજ્જો છોડવાના નિર્ણય બાદ પ્રથમ વખત નિવેદન આપ્યું છે લંડનમાં તેમના આફ્રીકા સાથે જોડાયેલા ચેરિટી કાર્યક્રમમાં હેરીએ કહ્યું કે તેને શાહી પદવી છોડવાનું ખૂબ જ દુ:ખ છે જોકે એક શાંતિપૂર્ણ જિંદગી માટે આ સિવાય કોઈ રસ્તો ન હતો હેરીએ માન્યુ કે તે હમેશાંની જેમ મળનાર ફન્ડિંગ અને વૈભવી લાઈફસ્ટાઈલ છોડવા માંગતા હતા જોકે શાહી પરિવારની જવાબદારીઓ છોડીને બીજા દેશમાં નવી જિંદગી શરૂ કરવા પર તેમને ગભરાટ થઈ

મહરાણી તરફથી બે દિવસ પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી કે પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન શાહી ઉપાધી ઈઝ/હર રોયલ હાઈનેસનો ઉપયોગ કરી શકશે નહિ આ સિવાય તેમને પબ્લિક ફન્ડ્સમાં પણ હિસ્સો મળશે નહિ તે કોઈ પણ દેશમાં મહારાણી એલિઝાબેથના પ્રતિનિધી રહેશે નહિ