પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા, 2020 કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે વાતચીત કરી મોદીએ કહ્યું કે વર્ષ 2020 ફક્ત નવુ વર્ષ જ નથી પરંતુ નવા દાયકાની શરૂઆત છે આ ગાળા દરમિયાન દેશના વિકાસમાં સૌથી વધારે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની ભૂમિકા મહત્વની રહેશે વડાપ્રધાને વિદ્યાર્થીઓ, માતાપિતા, શિક્ષકોને સંબોધતા કહ્યું છે કે છેવટે આપણે શિક્ષણ વ્યવસ્થાથી જે શિક્ષણ પ્રાપ્ત કરી છીએ તેનાથી વિશ્વ પ્રત્યે જાણવાની શરૂઆત કરી છીએ, જેમ કે નાનુ બાળક 'ક' થી શરૂઆત કરે છે, શિક્ષણ એ વિશ્વમાં પ્રવેશ દ્વાર છે, શિક્ષણ આપણને કંઈક જાણવા અને કંઈક કરવા માટે એક આધાર આપે છે આપણે જે પણ જીવનમાં શીખીએ છીએ તેનું આપણે સતત યોગ્ય મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ