¡Sorpréndeme!

શબાના આઝમી કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, અનિલ-ટીના અંબાણી તથા સ્ટાર્સ ખબર કાઢવા આવ્યા

2020-01-19 94 Dailymotion

શનિવારે (18 જાન્યુઆરી) બપોરે 330 વાગ્યાની આસપાસ મુંબઈ-પુના એક્સપ્રેસ હાઈવે પર શબાના આઝમીની કારનો અકસ્માત થયો હતો અકસ્માતને કારણે શબાનાનો ચહેરો ડ્રાઈવર સીટ સાથે અથડાયો હતો અને તેને કારણે તેમની આંખો તથા ચહેરા પર સોજો આવી ગયો હતો અકસ્માત થતા તેમને નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં જોકે, બ્રેનમાંથી બ્લીડિંગ બંધ થતું ના હોવાને કારણે બે કલાક બાદ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં અહીંયા બોલિવૂડની ઘણી હસ્તીઓ તેમની ખબર કાઢવા આવી હતી હોસ્પિટલના માલિક અનિલ અંબાણી તથા ટીના અંબાણી પણ આવ્યા હતાં