¡Sorpréndeme!

બાલાશ્રમમાં આજે અનોખો ઉત્સવ, 7 દિકરીઓના લગ્નોત્સવને શરણાઈઓના સૂર ગૂંજશે

2020-01-19 1 Dailymotion

રાજકોટ: ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમમાં અનોખો લગ્નોત્સવ યોજાશે આજે યોજાઈ રહેલા બાલાશ્રમની 7 દિકરીઓના લગ્નોત્સવને લઈને રાસની રમઝટ બોલી હતી લગ્નોત્સવમાં યોજાયેલા દાંડીયા રાસમાં સાંસદ,ધારાસભ્ય,નાગરિક બેંકના ચેરમેન સહિતના રાજકીય આગેવાનો પરિવાર સાથે રાસે રમ્યાં હતા નગરપાલિકા સંચાલિત બાલાશ્રમના લગ્નોત્સવમાં પાલિકા પ્રમુખ, સદસ્યો અને શહેરીજનો માંડવીયા પક્ષના દિકરીઓના માવતર બન્યાં હતા આજે શહેરીજનોની વ્હાલી દિકરીઓના 7 લગ્નોત્સવને લઈને જાન આગમન પહેલા બાલાશ્રમ ખાતે મંડપ ડેકોરેશન, લાઈટ ડેકોરેશન સહિતની અનેક તડામાર તૈયારીઓ કરવામાં આવી છે શહેરમાં અનાથ દિકરીઓના લગ્નોત્સવને લઈને શહેરીજનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે