નિર્ભયા કેસના દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીએ ફાંસી અપાશે પટિયાલા હાઉસ કોર્ટે શુક્રવારે નિર્ભયા કેસના ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે તે મુજબ ચારેય દોષિતોને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના દોષિત મુકેશ કુમારની દયા અરજી શુક્રવારે ફગાવી દીધી હતી જો અન્ય દોષિતોદયા અરજી નહીં કરે તો 14 દિવસ બાદ ચારેય દુષ્કર્મીઓને ફાંસી થઈ શકે છે