¡Sorpréndeme!

સુરતમાં 5 કલાક પહેલા જ જન્મેલી બાળકીને કચરા પેટીમાં ત્યજી નિષ્ઠુર માતા ફરાર

2020-01-17 6,622 Dailymotion

સુરત: આજે કડકડતી હાડ ગાળતી ઠંડી પડી રહી છે ત્યારે માત્ર પાંચ કલાક પહેલા જન્મેલી બાળકીને નિષ્ઠુર માતા ત્યજીને ફરાર થઈ હતી જેને પનાસ ગામમાં આવેલા SMC કવાટર્સમાં આજે સવારે એક કિશોરી નાસ્તો લેવા ગઈ ત્યારે મળી હતી એક કચરાપેટીમાં પતંગની દોરીઓમાં લપેટાયેલું એક બાળકીના રડવાનો અવાજ આવતા તેણે ત્યાં તપાસતાં કોઈ બાળકી હોવાનું જણાયું હતું પનાસ ગામના એસએમસી ક્વાટર્સમાં રહેતી ધારા રમેશ ગોડસે (ઉવ15) સવારે નાસ્તો લેવા દુકાન ગઈ હતી દરમિયાન તેને રસ્તામાં એક કચરાપેટીમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો જેને પગલે તેણે કચરાપેટીમાં જોતા એક બાળક પતંગની દોરીમાં લપેટાયેલું દેખાયું હતું તેણે તેને બહાર કાઢીને પાસેની એક દુકાન પાસે બેસીને તેના ગળામાં વિંટાયેલા દોરા કાપ્યા હતા તેમજ તેને કપડાં પહેરાવ્યા હતા