¡Sorpréndeme!

કચ્છ નડાબેટની ભારત-પાકિસ્તાન બોર્ડરની ફેન્સિંગ પર તીડ દેખાયા, ગુજરાતમાં ફરીથી આક્રમણ થવાની શક્યતા

2020-01-15 4,751 Dailymotion

અમદાવાદ:કચ્છના નડાબેટમાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર તીડનું ઝુંડ દેખાયું છે બોર્ડર પરથી લાખોની સંખ્યામાં તીડનું ઝુંડ આવતું જોવા મળ્યું છે આ તીડ બોર્ડરની ફેન્સિંગ પર બેસેલા પણ જોવા મળ્યા છે જેથી ગુજરાતના સરહદી વિસ્તારોમાં ફરીથી તીડનું આક્રમણ થાય તેવી શક્યતા છે જોકે પવનની દિશા પરથી નક્કી થશે કે તીડ ક્યાં જશે અગાઉ પણ પવનની દિશા મુજબ જ તીડ અલગ અલગ ઝુંડમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને છેક મહેસાણા સુધી આવી પહોંચ્યા હતા