સુરતઃ માંડવી તાલુકામાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે છેલ્લા એક મહિનાથી બાળકો પર દીપડાના હુમલોઓ વધી રહ્યા છે દરમિયાન ગત રાત્રે માડંવીના વદેસીયા ગામમાં 11 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો માંડવી તાલુકામાં છેલ્લા એકાદ મહિનાથી દીપડો બાળકોને નિશાને લઈન રહ્યો છે ગત રાત્રે પરિવારના સભ્યો ઘર બહાર તાપણું કરી રહ્યા હતા ત્યારે બધાની સામે જ 11 વર્ષના બાળકને દીપડાએ ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો જેથી પરિવારજનોએ પ્રતિકાર કરતા દીપડો બાળકને છોડીને ફરાર થઈ ગયો હતો હજુ પણ દીપડાનો આતંક યથાવત રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને દીપડાને પકડવા પાંજરું મૂકવાની માગ ઉઠી છે