મહારાષ્ટ્રાના પાલઘર જિલ્લામાં કેમિકલ ફેક્ટરીમાં શનિવારેસાંજે 7:20 વાગ્યાની આસપાસ ધડાકો થતાંઆગ લાગી હતી જેમાં 5થી વધુ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 6થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે મૃતકોમાં ફેક્ટરીના માલિક નટુભાઈ પટેલ પણ સામેલ છે ધડાકો એટલો શક્તિશાળીહતો કે ફેક્ટરીની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જેનો અવાજ 15 કિમી દૂર સુધી સંભળાયો હતો અધિકારીઓએ જણાવ્યું છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ધડાકો થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે