કોંગ્રેસ સાંસદ શશિ થરુરે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લાચાર મુખ્યમંત્રી ગણાવ્યા છે તેમણે કહ્યું- કેજરીવાલ JNU હિંસામાં ઘાયલ વિદ્યાર્થીઓને મળવા પણ નથી જઈ શક્યા થરુરે કેજરીવાલ પર નાગરિકતા સંશોધન કાયદાનો મજબુતાઈથી વિરોધ ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે