¡Sorpréndeme!

સુરતમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ, સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઇ હવામાં ઉડ્યા

2020-01-09 11,868 Dailymotion

સુરતઃ ઓલપાડના માસમા રોડ ખાતે આજે વહેલી સવારે 630 વાગ્યે ગેસના બોટલ ભરીને જતી ટ્રકમાં અચનાક આગ લાગી હતી આગ લાગતા ટ્રકમાં ભરેલા ગેસના બોટલ ધડાકાભેર ફૂટ્યા હતા સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઇ હવામાં ઉડતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો સિલિન્ડર વિસ્ફોટનો અવાજ એટલો તિવ્ર હતો કે ઘટનાસ્થળની આસપાસના અનેક વિસ્તારોમાં તેનો અવાજ સંભળાતો હતો બોમ્બ ફૂટતા હોય તેવો અવાજ સંભળાતા રહીશો ઘરની બહાર આવી ગયા હતા ટ્રકમાં આગ બાદ વિસ્ફોટની ઘટના અંગે જાણ થતાં સુરતથી ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવ્યો હતો દુર્ઘટના બાદ ટ્રકના ડ્રાઈવર-ક્લીનરનો કોઈ ભાળ મળી ન હોવાના પણ પ્રાથમિક અહેવાલ છે