¡Sorpréndeme!

ભીષણ આગથી અસરગ્રસ્ત વિસ્તારમાં વરસાદ, પીડિત લોકો-બચાવકર્મીઓને આંશીક રાહત

2020-01-07 2,903 Dailymotion

છેલ્લા ચાર મહિનાથી દક્ષિણ-પૂર્વીય ઓસ્ટ્રેલીયાના જંગલમાં ભીષણ આગ લાગી છે સરકારે ત્રીજી વખત રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે આગને લીધે સંબંધિત વિસ્તારમાં રહેનારા સેંકડો લોકો બેઘર બન્યાં છે જ્યારે લાખો નિર્દોષ પ્રાણીઓનાં મોત નિપજ્યાં છે પ્રશાસન પણ આગ પર કાબૂ મેળવવામાં અસફળ રહ્યું છે ત્યારે કુદરતે કમાલ કરી બતાવી છે સોમવારે અચાનક વાદળ ઘેરાઈને અસરગ્રસ્ત વિસ્તારમાં ઝરમર-ઝરમર વરસાદ વરસ્યો હતો જેનાથી આગથી પીડિત લોકો અને બચાવકર્મીઓને આંશીક રાહત મળી હતી અચાનક વરસાદ વરસવાથી સૌમાં આગ પર કાબૂ મેળવવા માટેની આશા બંધાઈ હતી