¡Sorpréndeme!

JNU મુદ્દે વિરોધમાં ‘ફ્રી કાશ્મીર’નું પોસ્ટર દેખાડ્યું, મોદી-શાહ વિશે અભદ્ર ટિપ્પણી કરતા પોસ્ટર બનાવ્યા

2020-01-07 347 Dailymotion

JNUમાં થયેલી હિંસક ઘટનાના વિરોધમાં દેશના અલગ અલગ શહેરોમાં પ્રદર્શન થઇ રહ્યા છે દિલ્હી બાદ જાદવપુર યુનિવર્સિટીમાં પણ પ્રદર્શન થયું જ્યાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું કોલકાતામાં લેફ્ટ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા મુંબઈમાં પણ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે વિદ્યાર્થીઓ સાથે ઘણા લોકો JNU મામલે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે અહીં JNU મુદ્દાના વિરોધની આડમાં ‘ફ્રી કાશ્મીર’ લખેલા પોસ્ટર સાથે એક મહિલા જોવા મળી હતી તે સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતું પોસ્ટર પણ દેખાવકારોએ બનાવ્યું હતું