માંડવી:ગુજરાતના દરિયાકાંઠેથી માદક દ્રવ્ય હેરોઇનના જથ્થાનું કન્સાઇન્મેન્ટ દેશમાં લાવવામાં આવી રહ્યું હોવાની ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ (ATS)ને ભરોસાપાત્ર સચોટ બાતમી મળી હતી બાતમીમાં એ પણ જાણવા મળ્યું હતું કે, આ જથ્થો પાકિસ્તાથી આવી રહેલી પાકિસ્તાની માછીમારી બોટમાં લાવવામાં આવી રહ્યો છે ATSના અધિકારીઓએ આ મામલે કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો હતો અને તેમના દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ તેના દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી સમગ્ર ઓપરેશનના લાઈવ વીડિયો સામે આવ્યા છે આ ઘટના બાદ ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ છે