¡Sorpréndeme!

સુરતમાં ઝાડીમાં તરછોડાયેલા નવજાતને જેસીબી ઓપરેટરે રેસ્ક્યુ કરી નવજીવન આપ્યું

2020-01-06 25,468 Dailymotion

સુરતઃ છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય તે કહેવત હવે જાણે બદલાઈ ગઈ હોય તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે નવજાત બાળકને તરછોડી દેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે કતારગામના સિંગણપોર વિસ્તારમાં વણઝારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં એક નવજાત બાળકને કડકડતી ઠંડીમાં મરવા માટે તરછોડી દેવાયું હતું જેને તાપીના પાળે બેસવા ગયેલા યુવાનો પૈકી જેસીબીના ઓપરેટર અને મેનેજમેન્ટનું કામ કરતાં યુવકે બચાવી લઈને હોસ્પિટલ મોકલતાં બાળક બચી જવાની સાથે હાલ તેની તબીયત સાધારણ હોવાનું તબીબોએ કહ્યું હતું