¡Sorpréndeme!

ગીર-ગઢડાના શાણાવાંકીયાથી-ટીંબી વચ્ચે બનતા રોડમાં ભષ્ટાચાર, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ

2020-01-04 161 Dailymotion

ગીર-સોમનાથઃગીર-ગઢડાના શાણાવાંકીયાથી ટીંબી વચ્ચે બનતા નવા રોડમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે નવા બનતા ડામરના રોડમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાતું હોવાનો સ્થાનિકોએ જણાવ્યું છે વીડિયોમાં જોઇ શકાય છે કે, એક શખ્સ માત્ર પગ મારે છે અને ડામર ઉખડી જાય છે આવા નબળા કામને લઇને અનેક સવાલો ઊભા થયા છે આ મામલે જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધી પર સવાલો ઉઠ્યાં છે હમણાં થોડા દિવસ પહેલા જ ગીર-સોમનાથ જિલ્લા પંચાયત મહિલા પ્રમુખના પ્રતિનિધિએ ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે ગામના જ એક નાગરિકે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ કર્યો છે