¡Sorpréndeme!

નશામાં ટલ્લી થઈને શખ્સે ખેતરમાં સાપનો રસ્તો રોક્યો, અડધા કલાક સુધી રમતો રહ્યો

2020-01-04 225 Dailymotion

કહેવાય છે કે જ્યારે દારૂનો નશો ચડી જાય ત્યારે તે વ્યક્તિને કોઈ પણ વસ્તુનું ભાન રહેતું નથી નશામાં ટલ્લી થઈને એ જે હરકતો કરે છે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ થઈ જાય છે આવો જ એક દારૂડિયો જોવા મળ્યો હતો રાજસ્થાનના દૌસા પાસે આવેલા બાંદા કૂઈ પાસેના એક ગામમાં નશામાં ધૂત થઈને ખેતરમાંથી આવતા પ્રકાશ મહાવર નામના શખ્સના રસ્તામાં સાપ આડો ઉતરતાં જ તેણે જે હરકતો કરી હતી તે જોઈને ગામલોકો પણ તેની પાસે જઈ શક્યા નહોતા લગભગ અડધા કલાક સુધી આ બેવડાએ સાપને આંતરીને તેને વારંવાર પકડીને તેની સાથે ખતરનાક ખેલ કર્યા હતા મોતથી સહેજ પણ ડર્યા વિના તેણે સાપને જવા દીધો નહોતો તેના આ જીવલેણ ખેલમાં સાપ પણ તેને અનેક વખત કરડ્યો હતો માંડ માંડ ગામલોકોએ તેને સાપથી અલગ કર્યો હતો જો કે, સાપે તેને ડંખ માર્યા હોય તેનું શરીર પણ લીલું પડી ગયું હતું
છેલ્લી માહિતી મુજબ લોકોએ તેને ગંભીર હાલતમાં દવાખાને સારવાર માટે દાખલ કર્યો હતો