ઉના: ઉનાના વાવરડા ગામે નર સિંહબાળ 30 ફૂટ જેટલા ઉંડા ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું કાનજીભાઇ ભાયાભાઇની વાડીના કૂવામાં સિંહબાળ ખાબકતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી આથી વન વિભાગને ટીમ ઘટનાસ્થળે દોડી આવી તાત્કાલિક કૂવામાં દોરડા નાખી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું દોરડા વડે સિંહબાળને સહી સલામત બહાર કાઢી પાંજરામાં પૂરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોરલી દેવામાં આવ્યું હતું