અંકલેશ્વર:અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલા ઓમકાર-2માં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો હતો ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક ફાઇનાન્સ લિમિટેડની અંકલેશ્વર શાખામાં 2 ઈસમો તોડતા સીસીટીવીમાં કેદ થયેલા નજરે પડ્યા હતા સ્ક્રુ ડ્રાઈવર વડે એટીએમ ખોલવાનોનો પ્રયાસ કરાયો કર્યો હતો જે એટીએમના સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો અંકલેશ્વર પોલીસ મથકે બેંકના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલા ઓમકાર-2 કોમ્પ્લેક્ષ દુકાન નંબર 9103435 36માં ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક ફાઇનાન્સ લિમિટેડ શાખા આવેલી છે જેમાં બેંકનું એટીએમ આવેલું છે જેને ગત રવિવારના રોજ સવારે સાડા સાત વાગ્યે 1 ઈસમ તોડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં સ્ક્રુ ડ્રાઈવર વડે ખોલવાનો પ્રયાસ કર્યો હતો તેમજ એટીએમ વડે છેડછાડ કરી હતી બીજા દિવસે બેંક ખુલતા બેંકના કસ્ટમર કેર રિપ્રેઝનટેટીવ નશરીનબેન શેખ એટીએમ ચેક કરતા છેડછાટ થઇ હોવાનું નજરે પડ્યું હતું જે અંગે બેંક મેનેજર હિતેન પટેલને જાણ કરતા તેવો પણ દોડી આવ્યા હતા અને ઘટના અંગે એટીએમના સીસીટીવી ચેક કરતા 1 ઈસમ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરતો નજરે પડ્યો હતો જે અંગે તેમને બેંકની મુખ્ય શાખામાં વાત કરી હતી તેમની વિજિલન્સ ડિપાર્ટમેન્ટ પણ ઘટના સ્થળે આવી હતી તેમજ આ અંગે અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટીએમ તોડવાના નિષ્ફળ પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી