¡Sorpréndeme!

નિ:શબ્દ કરી દે તેવો ક્રિકેટ પ્રેમ, પીચ પર ઘસડાતાં ઘસડાતાં રન લીધા, યૂઝર્સ ઈમોશનલ થયા

2019-12-31 144 Dailymotion

સોશિયલ મીડિયામાં એક મહિલા આઈએફએસના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરાયેલો આ વીડિયો જેણે પણ જોયો તે દરેક યૂઝર્સ દિવ્યાંગ બાળકનો ક્રિકેટ પ્રેમ જોઈને નતમસ્તકથઈ ગયા હતા આ માસૂમે જે જુસ્સા સાથે ઘસડાઈ ઘસડાઈને એક રન પૂર્ણ કર્યો હતો તેને પણ સલામ કરી હતી પહેલી થોડી સેકન્ડ તો આ વીડિયો સામાન્ય બાળકો ક્રિકેટરમતાં હોય તેવી ઈમ્પ્રેશન જમાવે છે જો કે, જેવો માસૂમ ઘસડાતો ઘસડાતો નજીક આવે છે ત્યારે જાણ થાય છે કે સામેના છેડે બોલ ફટકારીને રન લેનાર આ બાળક તો દિવ્યાંગ છેસાથે જ બેટની અદલાબદલી કરતી વખતે પણ તેને અડધી પીચ સુધી ઘસડાતો ઘસડાતો જતો જોઈને અનેક યૂઝર્સે કોમેન્ટ કરી હતી કે તે ધારે તો રનર પણ રાખી શકતો હતો તોકોઈએ તેની સાથે રમી રહેલા બાળકો વિશે કહ્યું હતું કે તેને સમોવડિયો ગણીને રમત રમતા આ બાળકો પણ એટલા જ વખાણના હકદાર છે