¡Sorpréndeme!

શપથ ગ્રહણમાં કોંગ્રેસના નેતાએ ઘરના શબ્દો ઉમેર્યા,રાજ્યપાલને ફરીવાર શપથ લેવડાવ્યા

2019-12-31 30 Dailymotion

મહારાષ્ટ્રમાં સોમવારે ઉદ્ધવ કેબિનેટના પ્રથમ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતુંશપથ ગ્રહણ સમારોહ સમયે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની નારાજગી પણ સામે આવી હતીજેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો તેઓ નારાજ ત્યારે થયા હતા જ્યારે શપથ લેતાં સમયે કોંગ્રેસના ધારાસભ્ય કેસી પાડવીએ કેટલાક વાક્યો વધારાનાઉમેરી દીધા હતા શપથ પત્રમાં પણ જે શબ્દો નહોતા તે સાંભળીને રાજ્યપાલે તેમને રોક્યા, બાદમાં ટોક્યા પણ હતા છતાં પણ તેઓએ બોલવાનું ચાલું રાખતાં જ તેમનેઅટકાવીને સ્ટેજ પર જ ખખડાવ્યા હતા રાજ્યપાલે સ્પષ્ટ શબ્દોમાં તેમને જે વાક્યો લખ્યા છે તે જ વાંચો, વધારાનું કંઈ પણ ના ઉમેરો કહીને ફરીથી શપથ ગ્રહણ કરાવ્યા હતા
શપથ લેતાં સમયે કોંગ્રેસના આ નેતા વધારાના શબ્દો ઉમેરીને બોલ્યા હતા કે, પ્રકૃતિ, ઈંસાનિયત અને મને વિજયી બનાવનાર મતદારોને હું વંદન કરું છું વારંવાર રોકવાનાપ્રયત્નો છતાં પણ પાડવી ના અટકતાં રાજ્યપાલ ઉગ્ર થયા હતા