¡Sorpréndeme!

અજીત પવારે ડેપ્યુટી CM પદના શપથ ગ્રહણ કર્યા, CM સહિત 42 મંત્રી પદ નક્કી 

2019-12-30 8,900 Dailymotion

મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થઈ ગયો છે સૌથી પહેલા અજીત પવારે ડેસીએમ પદના શપથ લીધા છે અજીત પવારે આ પહેલા ભાજપ સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમ પદન શપથ લીધા હતા હવે તે NCPના કોટામાંથી ઉદ્ધવ સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા છે

કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે અશોક ચૌહાણ રાજ્યના પૂર્વ સીએમ શંકર રાવ ચૌહાણના દીકરા છે તેમનું નામ આદર્શ કૌભાંડમાં આવી ચુક્યું છે, તેઓ પોતે પણ રાજ્યના સીએમ રહી ચુક્યા છે

શપથ ગ્રહણના વિધાનભવનમાં બનેલા મંડપમાં પાંચ હજાર લોકોના બેસવાની વ્યવસ્થા છે મળતી માહિતી પ્રમાણે નવા મંત્રીઓના સામેલ થયા બાદ વિભાગોમાં ફેરફાર થઈ શકે છે જોકે, હાલ ઉદ્ધવ ઠાકરે પાસે કોઈ વિભાગ નથી ગૃહ અને ઉદ્યોગ વિભાગ શિવસેના પાસે છે નાણા અને ગ્રામીણ વિકાસ રાકાંપાને આપવામાં આવ્યા છે કોંગ્રેસને મહેસૂલ, PWD અને ઉર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું