¡Sorpréndeme!

શૈક્ષણિક સંસ્થાઓને રાજકારણથી દૂર રાખવામાં આવે - માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ

2019-12-30 439 Dailymotion

નાગરિકતા સંશોધન કાયદા (CAA) સામે દેશની અનેક યુનિવર્સિટીમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અને તેના રાજકારણ અંગે ચિંતા દર્શાવી છે રવિવારે માનવ સંશાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલે કહ્યું હતું કે સરકાર કોઈ પણ સ્થિતિમાં શૈક્ષણિક સંસ્થાઓને રાજકારણનું કેન્દ્ર બનવા દેશે નહીં સૌ કોઈ રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ થવાની સ્વતંત્રતા ધરાવે છે, પરંતુ યુનિવર્સિટી તથા કોલેજોને તેનાથી દૂર રાખવી જોઈએ કારણ કે મોટાભાગે વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવવા માટે આવે છે

દિલ્હીની JNU, જામિયા મિલિયા ઈસ્લામિયા, કોલકાતાની જાધવપુર યુનિવર્સિટી સહિત દેશની કેટલીક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ CAA અને NRC મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પોખરિયાલે વિપક્ષો પર CAA મુદ્દે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું હતું કે દેશને ધાર્મિકતાના આધાર પર વિભાજીત કરવા બદલ કોંગ્રેસ જવાબદાર છે હવે કોંગ્રેસ CAA મુદ્દે ભ્રમ ફેલાવી રહી છે