¡Sorpréndeme!

માતાના મઢ અને રવાપર વચ્ચે અકસ્માત, 3ના મોત અને 10થી વધુ ઘાયલ

2019-12-29 1,737 Dailymotion

દયાપર/ ભુજ:માતાના મઢ અને રવાપર વચ્ચે આજે રવિવારે બપોરે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 10થી વધારે લોકો ઘાયલ થયા છે જીએમડીસી પાન્ધ્રો ખાતે ખાણમાં કામ કરતી આરપીએલ કંપનીના કર્મચારીઓ ઈસુઝુ કારમાં આવતા હતા ત્યારે માંડવીના સલાયાના દર્શનાર્થી સવાર તૂફાન જીપ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જીપ અને કાર સામસામે અથડાતા મોતની ચીસો ગુંજી હતી અકસ્માતને પગલે દયાપર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી