¡Sorpréndeme!

મંદિર આસપાસ ફોટોગ્રાફી ન કરવા દેતા મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો હડતાળ પર ઊતર્યાં

2019-12-28 267 Dailymotion

ગીર-સોમનાથઃસોમનાથમાં ફોટોગ્રાફરો હડતાળ પર ઊતર્યાં છે સોમનાથ મહાદેવના મંદિરની આસપાસ ફોટોગ્રાફી કરી પોતાનું ગુજરાન ચલાવતા 120 કરતા પણ વધારે ફોટોગ્રાફરો હડતાળ પર ઊતર્યાં છે હડતાળ પર ઉતરવાથી દેશ-વિદેશથી આવતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે ઉલ્લેખનીય છે કે, મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની આસપાસ ફોટોગ્રાફી ન કરવા દેતા ફોટોગ્રાફરો હડતાળ પર ઊતર્યા છે સોમનાથની આસપાસના ગામોમાં વસતા યુવાનો યાત્રિકોના ફોટા પાડી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ટ્રસ્ટ દ્વારા ફોટોગ્રાફી કરવાની મનાઈ ફરમાવતા તેમને રોવાનો વારો આવ્યો છે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત સાંસદ રાજેશ ચુડાસમાએ ફોટોગ્રાફરો સાથે આ મામલે મુલાકાત કરી હતી