¡Sorpréndeme!

કોન્ટ્રાકટરની મોટી બેદરકારી, વસ્ત્રાલમાં 100 ફૂટ ઉંચી પાણીની ટાંકીએ જીવના જોખમે કલરકામ

2019-12-28 410 Dailymotion

અમદાવાદઃ શહેરમાં અનેક સ્થળે ક્ષતિગ્રસ્ત પાણીની ટાંકીઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે વસ્ત્રાલના રતનપુર ગામ પાસે આવેલી એક પાણીની ટાંકીમાં સમારકામની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની ખોર બેદરકારી સામે આવી છે પાણીની ટાંકીમાં શ્રમિકો દ્વારા જીવના જોખમે કલરકામ કરવામાં આવી રહ્યું છે 100 ફૂટથી વધુની ઉંચાઈ ધરાવતી આ પાણીની ટાંકીની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઇપણ પ્રકારની સુરક્ષા ઉભી કરવામાં આવી નથી શ્રમિકને હેલ્મેટ આપવામાં આવ્યા નથી તેમજ માત્ર દોરડું બાંધીને શ્રમિકો પોતાને સુરક્ષિત રાખી રહ્યાં છે જેના પગલે કોન્ટ્રાક્ટર સહિત AMCના સુપરવિઝન અધિકારીઓ સામે પ્રશ્નો ઉઠ્યાં છે