¡Sorpréndeme!

સુરત: GLDCના મદદનીશ નિયામક સામે 10.54 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ

2019-12-28 1,214 Dailymotion

સુરતઃ એક વર્ષ પહેલાં આચરાયેલા ખેત તલાવડી કૌભાંડમાં વલસાડ જિલ્લાના ધરમપુરના ગુજરાત રાજ્ય જમીન વિકાસ લીમીટેડના મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલ, તેની પત્ની અને પુત્ર સામે સુરત ACB દ્વારા 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે પ્રવિણકુમારે બોગસ ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો સાથે મિલીભગતમાં માત્ર કાગળ પર દર્શાવી હતી જેને પગલે એસીબી દ્વારા પ્રવિણકુમારની ગત 8 મેના રોજ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનિય છે કે, એસીબીના અતિહાસનો આ સૌથી મોટો દસ કરોડથી વધુનો અપ્રમાણસર મિલકતનો કેસ છે