¡Sorpréndeme!

લખપતના દયાપર પાસે ઘાસીયા મેદાનમાં આગ લાગતા 5 કિમી વિસ્તારમાં પ્રસરી, 6 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે

2019-12-27 503 Dailymotion

દયાપર:લખપત તાલુકાના દયાપર વિરાણી વચ્ચેના કોરાનગરની પાછળ આવેલી વનવિભાગના ઘાસીયા મેદાનમાં આગ લાગતા અંદાજે ચારથી પાંચ કિમી વિસ્તારમાં આગ પ્રસરી છે આગને કાબૂમાં લેવા માટે 6 ફાયર ફાયટરો તેમજ સ્થાનિક લોકો પ્રયાસ કરી રહ્યા છેઆગને પગલે જીએમડીસી પાન્ધ્રો, ઉમરસર, માતાના મઢ, જીઈબીનાં ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા છે આ સિવાય દયાપર પાણી પુરવઠા વિભાગના ટેન્કરો દ્વારા પણ પાણી છાંટીને આગને કાબૂમાં લેવામાં પ્રયાસ કરાઈ રહ્યા છે આગને પગલે ઘટના સ્થળે દયાપર પોલીસ, વનવિભાગ અને દયાપર ગામના સરપંચ સહિતની ટીમ દોડી ગઈ છે