¡Sorpréndeme!

સુરતના વરાછામાં વેરા વધારાના વિરોધમાં પાલિકાનો ઘેરો કરતાં કોર્પોરેટર સહિત પાંચની અટકાયત

2019-12-27 281 Dailymotion

સુરતઃવરાછા, પૂણા, સીમાડા અને મોટા વરાછા વિસ્તારમાં મિલકત વેરામાં વધારો આવતા તેમનો વિરોધ કરવા તેમજ અન્ય કેટલાક કામો નહીં થતા હોવાની રજૂઆત કરવા માટે યોગીચોક સરદાર ફાર્મથી રેલી નીકળવાની હતી જો કે, પોલીસ દ્વારા રેલીને પરવાનગી આપવામાં આવી નહોતી જેથી સ્થાનિક કોર્પોરેટરે વીડિયો મારફતે લોકોને પાલિકાનો ઘેરો કરવા માટે પહોંચવા અપીલ કરી હતી કોર્પોરેટર સહિતના લોકો પાલિકાનો ઘેરો કરવા પહોંચતાં પોલીસે તમામની અટકાયત કરી હતી અટકાયત વખતે કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું