¡Sorpréndeme!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કલાકારો સાથે આદિવાસી નૃત્ય કર્યુ

2019-12-27 1 Dailymotion

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે છત્તીસગઢના રાયપુરમાં પહેલી વખત યોજાઈ રહેલા રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનો શુભારંભ કર્યો હતો આ તેમણે આદિવાસી કલાકારો સાથે નૃત્ય પણ કર્યું હતું સમારોહમાં કેન્દ્ર સરકાર પર ટોણો મારતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાઈને ભાઈ સાથે લડાવવાથી દેશને ફાયદો નહીં થાય સૌને સાથે લીધા વગર દેશની અર્થવ્યવસ્થા ન ચલાવી શકાય રાહુલે કહ્યું કે, જ્યા સુધી લોકોનો અવાજ લોકસભા, વિધાનસભા નહીં ગુંજે, ત્યાં સુધી વ્યવસ્થા નહીં બદલાય

રાહુલે કહ્યું કે, દેશની પરિસ્થિતિ, ખેડૂતોની સમસ્યા, આપઘાત, અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ અને બેરોજગારી વિશે સૌ જાણે છે પણ છત્તીસગઢની સરકાર જનતા સાથે મળીને કામ કરી રહી છે આ સરકાર લોકોનો અવાજ સાંભળે છે વિધાનસભામાં દરેક અવાજ સંભળાય છે સરકાર ચલાવવામાં તમારા વિચારોને સામેલ કરાઈ રહ્યાં છે પહેલા અહીંયા જે હિંસા થતી હતી, તેમાં ઘટાડો થયો છે