¡Sorpréndeme!

ફાનફોન વાવાઝોડામાં 16 લોકોના મોત,માર્ગો-મોબાઈલ નેટવર્ક ઠપ્પ

2019-12-26 1,146 Dailymotion

ફિલિપાઈન્સમાં ક્રિસમસના દિવસે આવેલા ફાનફોન વાવાઝોડાને લીધે 16 લોકોના મોત થયા છે આ ઉપરાંત આશરે 10 હજાર લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વાવાઝોડાને લીધે ખૂબ જ જાનહાની થઈ છે વાવાઝોડા સમયે આશરે 195 કિમી પ્રતિ કલાક (120 માઇલ) ઝડપથી પવન ફૂંકાયો હતો તેને લીધે અનેક મકાનોને નુકસાન થયું હતું અને દેશભરમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો આ ક્ષેત્રમાં મોબાઈલ અને ઈન્ટરનેટને પણ અસર થઈ હતી

ન્યુઝ એન્સીના જણાવ્યા પ્રમાણે કાલિયો એરપોર્ટ પર ફસાયેલા કોરિયાના એક પ્રવાસી જુંગ બ્યુંગે જૂને જણાવ્યું હતું કે તમામ ઉડ્ડયનો રદ્દ કરવામાં આવેલ છે એરપોર્ટ સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થઈ ગયા છે અધિકારી પરિસ્થિતિને સામાન્ય કરવા પ્રયત્ન કરી રહ્યા છે બોરાકે, કોરોન સહિત અન્ય પર્યટન સ્થળોને નુકસાન થયું છે