¡Sorpréndeme!

બિન સચિવાલય પરીક્ષા પેપરલીક કાંડમાં રાજકીય દંગલ, કોંગ્રેસે કહ્યું-આરોપી મહમ્મદ કુરેશી ભાજપનો સભ્ય

2019-12-26 1,408 Dailymotion

અમદાવાદઃબિન સચિવાલય ક્લાર્ક-3ની પરીક્ષાનું પેપરલીક થવા મામલે પોલીસે 25 ડિસેમ્બરે 6 આરોપીની ધરપકડ કરી છે આ 6 આરોપીઓમાંથી મહમ્મદ ફારુક વહાબ કુરેશી(સંચાલક, એમએસ સ્કૂલ, દાણીલીમડા) ભાજપ સાથે સંકળાયેલો હોવાનો કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કર્યો છે તેની સાથે સાથે પ્રદેશ કોંગ્રેસે મહમ્મદ ફારૂક કુરેશીના ભાજપના સાંસદ ડૉકિરીટ સોલંકી સાથેના ફોટોઝ પણ રીલિઝ કર્યા છે આ અંગે જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, કાલે જે રીતે પ્રેસ કોન્ફરન્સ થઈ તેમાં જે રજૂઆતો થઈ છે તેમાં ભાવનગર અને સુરેન્દ્રનગરની તપાસનું શું થયું, બાકીની 38 ફરિયાદોનું શું થયું તેની કોઈ સ્પષ્ટતા નથી ગઈકાલે વિજયભાઈ રૂપાણીએ આક્ષેપ કર્યા છે કે, આમાં કોંગ્રેસના લોકો જોડાયેલા છે, તેને કહેવા માગું છું કે, માત્ર અને માત્ર રાજકીય રંગ આપી કોંગ્રેસ પર આક્ષેપ કરી રહી છે