¡Sorpréndeme!

સુરતના ઉધનામાં સ્કૂલ જતી વિદ્યાર્થિનીની છેડતી કરનારને લોકોએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો

2019-12-26 3,480 Dailymotion

સુરતઃનાની બાળકીઓ સાથેના દુષ્કર્મના બનાવ બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો હોય તેમ ઉધના વિસ્તારમાં સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થિનીની છેડતી કરનાર રોમિયોને લોકોએ જાહેરમાં ફટકાર્યો હતો રોમિયોને માર મારીને લોકોએ પોલીસને ઘટના સ્થળે બોલાવી લઈને આરોપીને પોલીસના હવાલે કર્યો હતો ઉધના વિસ્તારમાં આવેલા જલારામનગર સ્થિત સ્કૂલમાં અભ્યાસ કરવા જતી વિદ્યાર્થિનીની એક રોમિયોએ છેડતી કરી હતી આ અંગે સ્થાનિકોને જાણ થતાં જ લોકોએ રોમિયોને ઝડપી લીધો હતો રોમિયોના શર્ટ ફાટી ગયો ત્યાં સુધી માર મારવાની સાથે પોલીસને ફોન કરીને લોકોએ ઘટના સ્થળે બોલાવી લીધી હતી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આરોપીનો કબ્જો લઈને વધુ તપાસ હાથ ધરી છે