બનાસકાંઠા સહિત ગુજરાતના પાંચ જિલ્લાઓ તીડના આક્રમણથી પ્રભાવિત છે અન્ય જિલ્લાઓની સરખામણીએ બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે અહીં હજારો એકર જમીનમાં તીડે ઊભો પાક સાફ કરી નાખ્યો છે તીડને ભગાડવા ખેડૂતો અવનવા કીમિયા પણ કરી રહ્યા છે, પણ કોઈ કીમિયા કારગત સાબિત થતા નથી આવા સમયે ખેડૂતોમાં રોષ હોય તે સ્વાભાવિક છે આવી સ્થિતિમાં એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે ઉત્તર ગુજરાતના કોઈ ખેડૂત હાથમાં પાવડો લઈ એરંડાના ખેતરમાં ફરી વળી છે પાવડે પાવડે તે એરંડાના છોડને જમીનદોસ્ત કરી રહ્યો છે