¡Sorpréndeme!

ઉરી સેક્ટરમાં ભારતીય સેનાની જવાબી કાર્યવાહી,2 પાકિસ્તાની સૈનિક ઠાર

2019-12-26 1,059 Dailymotion

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બુધવારે પાકિસ્તાનના હુમલાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે આ દરમિયાન પાકિસ્તાની ચેક પોસ્ટ પર શેલ અને મોર્ટાર છોડ્યા હતા પાકિસ્તાને ગુરુવારે જણાવ્યું કે ભારતની કાર્યવાહીમાં પીઓકેના દેવા સેક્ટરમાં તેમના 2 સૈનિક તેમના બે સૈનિકો ઠાર મરાયા હતા આ પહેલા પાકિસ્તાની સૈનિકોએ ઉરી સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું જેમાં એક સૂબેદાર અને મહિલાના મોત થયા હતા

પાકિસ્તાનમાં ઉરી સિવાય બુધવારે પુંછના શાહપુર અને કિર્ની સેક્ટરમાં પણ ગોળીબાર કર્યો હતો આ પહેલા રવિવારે પણ નૌશેરા સેક્ટરમાં LOC પર પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાયું હતું