¡Sorpréndeme!

ઓવૈસીએ ચંદ્રશેખર પાસે કેરળ સરકારની જેમ NPR પર પ્રતિબંધ લગાવવા માંગ કરી

2019-12-26 635 Dailymotion

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમિન(AIAIM)ના પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસુદ્દીન ઓવૈસીએ બુધવારે તેલંગાણાના મુખ્યમંત્રી કેચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન ઓવૈસીએ માંગ કરી કે રાજ્ય સરકાર કેરળની જેમ જ રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)પર પ્રતિબંધ લગાવે તેમણે કહ્યું કે, NPR NRCને તૈયાર કરવાની દિશામાં પહેલું ડગલું છે મુખ્યમંત્રીએ આ અંગે જવાબ આપવા માટે બે દિવસનો સમય માંગ્યો છે
ઓવૈસી સાથે સેન્ટ્રલ મુસ્લિમ એક્શન કમિટિ(UMAC)ના એક મુસ્લિમ પ્રતિનિધિમંડળ પણ મુખ્યમંત્રી સાથે બેઠકમાં હાજર રહ્યું હતું ઓવૈસીએ કહ્યું કે, NPR અને NRCમાં કોઈ અંતર નથી ગૃહમંત્રી અમિત શાહ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે આપણે NRC અને NPRને સમજવાની જરૂર છે આ કાયદાને લાગુ થવાથી લઘુમતી સમુદાયને વાંધો થઈ શકે છે