¡Sorpréndeme!

બનાસકાંઠાથી ઘૂસેલા તીડ સાબરકાંઠામાં પ્રવેશતા કચ્છથી લઈ ઉત્તર ગુજરાત પ્રભાવિત, 5 જિલ્લામાં તીડનું આક્રમણ

2019-12-25 986 Dailymotion

લખપત/ પાલનપુર/ હિંમતનગર:રાજસ્થાનમાંથી બનાસકાંઠામાં તીડનું એક ઝૂંડ 14મી ડિસેમ્બરે ઘૂસ્યું હતું ત્યારબાદ ગઈકાલે બીજું ઝૂંડ પણ ત્રાટક્યું છે પાકિસ્તાનથી અન્ય બે ઝૂંડ કચ્છમાં ત્રાટક્યા છે એક સીધું લખપતમાં અને બીજું ખડીર વાયા વાગડ થઈ રાપરમાં ઘૂસ્યું છે એમ કચ્છના લખપત અને રાપરમાં તીડનું ઝૂંડ જોવા મળ્યા છે ત્યારે કચ્છથી લઈને ઉત્તર ગુજરાતમાં તીડનો કહેર છે ઉત્તર ગુજરાતના 4 મળી રાજ્યના 5 જિલ્લામાં તીડની હાજરી વર્તાઈ છે જેને પગલે જગતનો તાત અને વહિવટી તંત્ર ચિંતીત બન્યું છે તીડના આક્રમણને ખાળવા માટે લોકો ચીલાચાલૂ પ્રયાસ કરી રહ્યા છે