અમદાવાદઃરાજસ્થાનમાંથી બનાસકાંઠા અને ત્યાંથી મહેસાણા થઈ અત્યારે સાબરકાંઠા તરફ તીડનું ઝૂંડ પહોંચ્યું છે ગઈકાલે બીજું દસ કિમી મોટું એક ઝૂંડ આવ્યું છે તથા કચ્છમાં ત્રાટકેલા બીજા બે ઝૂંડ પાકિસ્તાનમાંથી આવ્યા છે પાકિસ્તાનમાં પણ આ ઝૂંડ વાયા ઓમાન આવ્યા છે, જેના માટે ઓમાનના દરિયાકાંઠેથી પૂર્વ તરફનો સાતત્યપૂર્ણ પવન કારણભૂત છે તદુપરાંત સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા છેક ગત 4 ડિસેમ્બર, 2019ના રોજ એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી, જેમાં ભારત-પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં એક મહિના સુધી તીડના ઝૂંડ ત્રાટકશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ હતી