¡Sorpréndeme!

નાગરિક એકતા સમિતિ દ્વારા CAAના સમર્થનમાં મહા રેલી નીકળી, 35થી વધુ સંગઠનો જોડાયા

2019-12-24 391 Dailymotion

વડોદરાઃદેશમાં એક તરફ સીએએ અને એનઆરસીનો વિવિધ રાજ્યોમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે વડોદરામાં સીએએ (સિટિઝનશીપ એમેડમેન્ટ એક્ટ)ના સમર્થનમાં મંગળવારે વડોદરા શહેર નાગરિક એકતા સમિતિ દ્વારા સાંસદ રંજનબેનની આગેવાનીમાં અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં નવલખી ગ્રાઉન્ડથી ગાંધી નગરગૃહ સુધીની એક વિશાળ રેલી યોજાઇ હતી આ રેલીમાં પાકિસ્તાનથી વડોદરા આવીને વસેલા 50થી વધુ લોકો સહિત હજારો નાગરિકો ઉમટી પડ્યાં હતા, જે પૈકી મોટી સંખ્યામાં સ્વયંભૂ રેલીમાં ભાગ લેવા આવ્યાં હતા હાથમાં તિરંગા રાષ્ટ્રધ્વજ, સીએએના સમર્થનના વિવિધ સૂત્રો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહ તથા મોદી-રૂપાણીના કટઆઉટ સહિતના બેનરો સાથે લોકો જોડાયા હતા વીવાયઓ પરિવારના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા