¡Sorpréndeme!

એટીએમમાં લૂંટ કરવા ગયો બદમાશ, પોતે જ અંદર કેદ થઈ ગયો

2019-12-24 180 Dailymotion

ચીનના બેઈજિંગમાં આવેલા એટીએમને લૂંટવા માટે અંદર પ્રવેશેલો બદમાશ અંદર ફસાઈ જતાં તે કફોડી હાલતમાં મૂકાઈ ગયો હતો એટીએમને તોડવાનો પ્રયત્ન કરતાં જ ત્યાંલાગેલા સેન્સરને કારણે દરવાજો લોક થઈ ગયો હતો એલાર્મ વાગતાં જ તે ચમકીને દરવાજો ખોલવા ગયો ત્યારે તેને જાણ થઈ હતી કે તે ફસાઈ ગયો છે પોલીસના ડરના કારણેતેણે દરવાજો તોડીને ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો જો કે, તેમાં પણ સફળ ના થતાં તે ફરી એટીએમ તોડવા લાગ્યો હતો અંતે તે એટીએમમાં લૂંટ ચલાવવાનું પડતું મૂકીનેદરવાજો ખોલવા એડીચોટીનું જોર લગાવે છે ભારે જહેમત ના અંતે તે દરવાજો ખોલીને નીકળવામાં તો સફળ થઈ ગયો હતો પણ પોલીસે સીસીટીવીના આધારે તેની ધરપકડકરી લીધી હતી