¡Sorpréndeme!

અડાજણમાં એસટી બસ બ્રેક ફેઈલ થતાં બીઆરટીએસની રેલીંગ સાથે અથડાઈ ગઈ

2019-12-24 234 Dailymotion

સુરતઃઅડાજણ ડેપોની બસની બ્રેક ફેઈલ થઈ જતાં એક્સિડન્ટ સર્જાયો હતો બસ બીઆરટીએસની રેલીંગ સાથે અથડાતાં મુસાફરોને થડકાં લાગવાની સાથે સાથે સીટ પર ટકરાતા નાની નાની ઈજાઓ પહોંચી હતી બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી

અડાજણ ઋષભ ચાર રસ્તા પર અડાજણ ડેપોની બસ(જીજે 18 ઝેડ 2828)ની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી જેથી બસ ઋષભ ચાર રસ્તા પાસે બસ બીઆરટીએસની રેલીંગ સાથે અથડાઈ હતી જેથી મુસાફરોમાં ડરનો માહોલ પેદા થયો હતો સ્થાનિક ગફ્ફાર પઠાણ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, સિગ્નલ શરૂ થયુ તે જ સમયે બસનો એક્સિડન્ટ સર્જાયો હતો ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં જો કે ડ્રાઈવર નાસી ગયો હતોકોઈને ઈજા જાનહાનિ થઈ નથી બસને આગળના ભાગે ભારે નુકસાન થયું હતું સિટી બસ બાદ જીએસઆરટીસીની બસના એક્સિડન્ટને લઈને લોકોએ સવાલો ઉઠાવ્યાં હતાં